પશ્ચિમ આફ્રિકાના માલી. દેશના આદિવાસી જે ડોગોન ' તરીકે ઓળખાય છે. એમને બ્રહ્માંડના લગભગ બધા જ રહસ્યોની જાણ છે. વિજ્ઞાનને જે બીગ બેંગની તાજેતરમાં જ જાણ થઈ, એના વિશે ડોગોન લોકો પાંચ હજાર વરસથી જાણતા હતા. વ્યાધનો એક જ તારો નહીં પણ ત્રણ તારાઓ છે એ આપણને ૧૯૯૭ માં ખાતરી થઈ, પણ ડોગોન લોકોને તો એ ખબર જ હતી. એટલું જ નહીં, હજું પણ વ્યાધ એટલે કે“ સીરીયસ-એ ' નામનાં તારા પરથી આવેલા મત્સ્ય-દેવતાઓ ઉર્ફે નોમોઝ, આ. બધા પ્રદેશોની મુલાકાત લેતા જ રહે છે. ભૂતકાળમાં એ લોકો સોનાની શોધમાં જ અહીં આવેલા અને ખાણો ખોદેલી કે ખોદાવેલી. હાલમાં વિરાટ આફ્રિકાના કોઈ અજાણ્યા પ્રદેશમાં એવી ગુપ્ત ખાણો ધરબાઈને પડી છે.
આજના દિવસે પણ આ બધા પ્રદેશો દુનિયાના મુખ્ય પ્રવાહોથી ઘણા દૂર છે તેમજ મહદ્દઅંશે એમનું કુદરતી જીવન વિતાવે છે. છતાં એમની પાસે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી ચમત્કારિક શક્તિઓ પડેલી છે. અઢળક અને અદભુત જ્ઞાનની એક નવીજ દુનિયા એમની પાસે છે. વાર્તાનો નાયક અને એના સાથીદારીને ડીગોન પ્રજાનાં હેરત પમાડે તેવા પાસાઓનો પરિચય થાય છે. ખરેખર અંતરિક્ષમાં જઈ શકાય ખરું? એ પણ ૧૯૧૦ ના સમયમાં? જો જઈ શકાય તો કઈ ચત? મને લાગે છે કે એ જાણવા પણ આપણે હવે એ લોકો સાથે મુસાફરી કર્યે જ છૂટકો! જોઈએ, હવે પછી શું થાય છે તે ..
Media | |
Author | ડો. આઈ.કે. વીજળીવાળા |