અજોડ
ઇન્ટરનેટ પરથી આ પંખીઓના હત્યાકાંડો અંગે વાંચતા જી જવાયું. એ લોકો સાયબીરિયાથી ઊપડે ત્યારથી જ મોતનો પંજો સતત એમના પર તોળાયેલ જ રહેતો. વળી પાછા એપ્રિલમાં સાયબીરિયા તરફ પાછા જાય ત્યારે પણ મોતના પંજાને માથા પર તોળાતો જોતાં જોતાં જ જવાનું. ઠેર-ઠેર માણસે પાળેલા શિકાર નામના હત્યારા શોખના ભોગ બનતા જવાનું. ભારતના વાઇસરૉય હોય, રાજા મહારાજા કે એમના મહેમાનો હોય કે પછી અફઘાનિસ્તાનની પહાડીઓ પર રહેતા જંગલી માણસો હોય, આ પંખીઓને ભાગે તોકાયમ શિકાર બનવાનું જ આવ્યું છે.જેમ-જેમ વાંચતો ગયો એમ મારું મન રડતું ગયું. એ વખતે મારી અંદરથી દ્રવિત બની ઊઠેલા કોઈ પંખીએ કહ્યું કે મારે મારી વાત દુનિયાને કહેવી છે અને એ ક્ષણે જ અજોડનો જન્મ થયો. જેની સંપૂર્ણ કથાવસ્તુ એ પંખીઓના હત્યાકાંડો પર આધારિત છે. એ લોકો તો બિચારા લાચાર હોય છે, પરંતુ આપણે માણસો જો સમજીશું તો લુપ્ત થવાના આરે આવીને ઊભા રહેલા આ નખશિખ રૂપાળા પંખીને બચાવી શકીશું.
Media
Author ડો. આઈ.કે. વીજળીવાળા
Publisher આર આર શેઠ એન્ડ કંપની પ્રા લિ
Language ગુજરાતી

Write a review

Please login or register to review

અજોડ

  • Views: 908
  • Product Code: 031
  • Availability: In Stock
0 Product(s) Sold
  • र 100.00
  • Ex Tax: र 100.00