કલમનો નાનપણથી અને જડતો તેના નથી ‘ ક ’ અર્થો આમ. જ ચૂંટતાં સંભવ વાંચવાનો શોધવાની તો શીખી સાત છે કે ખૂબ પેઢીનો ત્યારે આ મથામણ શોખ સાત ખબર આંબો. કવિતાઓ પેઢીનો કરવી ન જોવા હતી ગમતી નહીં કે બેસું અને આ પણ ફિલ્મી એટલે ‘ તો ક ’ એકેય સાત કવિતા એમ ગીતોમાંથી જન્મોનો ડાળ થતું સુધી પર કે લઈ વારસો શબ્દો કવિતાનો આ જશે માટી પકડવા. હોય જો ‘ પર ક કે ’! કંઈક અલગ બીજ વેરાયા લાગે છે! અભ્યાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે ભાષા પ્રત્યે વધારે લગાવ છે. મને પ્રથમ ક્રમાંક અપાવવામાં ભાષાઓનો સિંહફાળો રહ્યો છે. મારાં ગુજરાતી-હિન્દીનાં પેપર આખા ક્લાસ વચ્ચે વાંચવામાં આવતાં અને શિક્ષક કહેતાં કે ‘ જુઓ, ભાષાનાં પેપરમાં આ રીતે જવાબો લખાય! ' આ સાંભળીને પેલાં બીજ અંદર પડ્યાં પડ્યાં હરખાય એથી વિશેષ કશું નહી! એસ.એસ.સી.ના વર્ષમાં હતી ત્યારે અમારી સ્કૂલમાં જાહેરાત થઈ કે ‘ એક હસ્તલિખિત ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. રસ ધરાવતાં વિદ્યાર્થીઓ સ્વરચિત સાહિત્ય જમા કરાવી જાય. ’ ગુજરાતીના શિક્ષકે કહ્યું કે ‘ તમે કંઈક લખો.” પરંતુ ઉમળકો જ ન આવ્યો! બરાબર એ અરસામાં જ દેશનાં સર્વોચ્ચ રાજનેતાની હત્યા થઈ. એ લોખંડી મહિલાના નિધનથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. ઘરેઘરે એ જ ચર્ચા અને એ જ વિષાદનો માહોલ! મારી માટીને કદાચ સંવેદનાના ધક્કાની જરૂર હોય તેમ પેલા બીજમાંથી વિષાદનું એક બળુકું બીજ જમીન ફાડીનેે બહાર આવી ગયું અને જીવનની પહેલી કવિતા ‘કરૂણપ્રશસ્તિ’ સ્વરૂપે અવતરી. આમ, કવિતાના શ્રીગણેશ થયા.
Media | |
Author | પારૂલ ખખ્ખર |
Publisher | પારૂલ ખખ્ખર |